Gujarat

વોલીબોલ અને બાસ્કેટબોલના પ્રવેશ માટે ભાઇઓ-બહેનો માટે હાઇટહન્ટનું આયોજન કરાયું

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત ડી.એલ.એસ.એસ. અને એકેડેમીમાં વોલીબોલ અને બાસ્કેટબોલ રમતના ભાઇઓ-બહેનોના પ્રવેશ માટે હાઇટહન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨ થી ૧૮ વર્ષની ઉંમરના બહેનો માટે ૧૬૩ થી ૧૭૮ ઉંચાઇ અને ભાઇઓ માટે ૧૬૮ થી ૧૯૨ ઉંચાઇની ર્મયાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનો એ તા.૧૪/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૯ કલાકે સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે યશવંતભાઇ ડોડિયા મો.૭૪૮૬૯૨૯૪૬૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *