છોટાઉદેપુરના બોડેલી મા આવેલ શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઇસકુલ ના ગુજરાત રાજય શ્રેષ્ઠ શિક્ષક નો પારીતોસીક એવોડઁ ૨૦૨૨ ના વિતરણ સમાંરભ મા શિરોલાવાલા હાઇસકુલ બોડેલી ના શિક્ષિકા ગાયત્રી બેન શંકરભાઇ પટેલ ને સરકાર દ્વારા શ્રેષ્ઠ પારીતોસીક એવોડઁ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર જિલ્લામાં ખુશી જોવા મળી હતી
જીલ્લા ની બોડેલી ની નામાંકિત એવી શેઠ એચ.એચ શિરોલાવાલા હાઇસકુલ ના રાજય કક્ષા એ પસંદ થયેલા ગાયત્રી બેન એસ.પટેલ તથા જીલલા કક્ષા એ સુરેશભાઇ પટેલ ની સાથે સાથે GPSC કલાસ -2 મા અધિકારી તરીકે પસંદગી પામેલ નરપતભાઇ હીરાભાઇ કોળી ની પસંદગી થતા શાળા નું ગૌરવ ની સાથે સાથે સમાજ નું પણ ગૌરવ વઘાર્યું હતું
ગઈકાલે તા. ૫/૦૯/૨૦૨૨ ના રોજ શિક્ષક દિન નિમીતે અમદાવાદ ટાગોર હોલ ખાતે મુખયમંત્રી ભુપેનદ્ ભાઇ પટેલ તથા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણી ની ઉપસ્થિતિમાં પારીતોષીક એવોડઁ ૨૦૨૨ મા પસંદગી પામેલા શિક્ષકો નુ સન્માન સમારંભ કરવામાં આવ્યું હતું બોડેલી નગર સહિત આખા પંથક મા ખુશી ની લહેર જોવા મળી રહી છે. હાલમાં જ નવનિયુકત કમિટી ટ્રસ્ટ ના પ્રમુખ કંચનભાઇ પટેલ . મંત્રી ભાવેશ શિરોલાવાલા ઉપપ્રમુખ રાજુભાઇ શાહ (એકતા ) , ભરતભાઇ શાહ (બી.જે. કોટન) સહમંત્રી પરેશ ભાવસાર , ગીરીશ દલાલ તથા આચાર્ય જે. આર. શાહ સહિત સોએ સુભેરછા પાઠવી હતી. મંત્રી ભાવેશ શિરોલાવાલા દ્વારા શાળાના આ ત્રણેવ શિક્ષક સ્ટાફ ને સુભેરછા પાઠવી ઉતરોતર શાળા ની પ્રગતિ થાય અને બાળકો નો સર્વાંગીક વિકાસ થાય અને આવીજ રીતે આગળ પર પણ શાળા નું નામ રોશન થાય તેવી સુભેરછા પાઠવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

