રીપોર્ટ.મકસુદ કારીગર,કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ધોઘાવાડામાં મતદાર દિવસ” ઉજવણીના ભાગરૂપે શાળાના એન.એન.એસ.યુનિટ દ્વારા નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,ચિત્રસ્પર્ધા,રંગોળી અને રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં અનુક્રમે પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે શિવાની,આરતી,તુલસી હિરલ રીપલ,મિતાલ,વનિતા,રીપલ, જ્યોતિ,દ્વિરલ,મિત્તલ,આરતી આવ્યા હતા શાળાના આચાર્યશ્રી ડી પી.પટેલે મતદાનને લોકશાહીનું અમોધ શસ્ત્ર ગણાવી પ્રસંગોચિત્ત ઉંદ્દબોધન કર્યું હતું તથા વિજેતાઓને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ વી.ડી પરમાર, જે.આર.ડાભી તથા સમસ્ત શાળા પરિવારનો આભાર માની – અભિનંદન પાઠવ્યા હતા.


