સ્લગ સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ
શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં” આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ એટલેઅનમોલ વારસો” કાર્યક્રમ યોજવામાં આવ્યોઆજે તારીખ:-22/02/2022 ને મંગળવાર ના રોજ શ્રી સરસ્વતી વિદ્યામંદિર ના “વંદનાખંડ” માં ધોરણ:-1 થી 8 ના વિધાર્થીઓ તથા દીદી તથા ગુરુજી સમક્ષ
ચોટીલાથી પધારેલ “પ્રવક્તા શ્રી લલિતભાઈ દેસાઈ” દ્વારા આજે સવારે દોઢ કલાક જેટલો સમય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જે કાર્યક્રમમાં પ્રાર્થના,
ધૂન, યોગ, પ્રાણાયામ, જોક્સ, હાસ્યરસ, સંત કબીર ના પદો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત હાલરડાં, મિમિક્રી,
લતામંગેશ્કરજી ના ગીતો, અભિનય દ્વારા ગીત ની રજુઆત જેવા કાર્યક્રમો રજૂ કરીને
વિદ્યાર્થીઓને આંનદભેર, હસી પડે તેવું પુરેપૂરું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું અનમોલ વારસો કાર્યક્રમ દ્વારા બાળકોમાં પડી
રહેલી શક્તિઓને જાગૃત કરવાનું તેમજ ચારિત્ર ઘડતર નું કાર્ય નું નિર્માણ કરવામાં આવે તેવો “અનમોલ વારસો કાર્યક્રમ” પ્રવક્તા લલિતભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમ ને
પ્રધાનાચાર્ય શ્રી હસમુખભાઈ હડિયલ તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યો.
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ


