સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ,શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં એન.એસ.એસ વિભાગના સહયોગથી તારીખ ૨૪ /૧૨ /૨૨ ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ગ્રાહક સુરક્ષા મંડળના શ્રી બીપીનભાઈ પાંધીએ ગ્રાહક સુરક્ષા ધારા અને ગ્રાહકના અધિકારો વિશે માહિતી આપી તથા ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલાના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણીએ છેતરપિંડી તથા ભેળસેળ થી કેવી રીતે બચવું તથા ખરીદીમાં પાકા બિલનો આગ્રહ શા માટે રાખવો તે વિશે માહિતી આપી. મહેમાનોનું સ્વાગત પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે કર્યું.કાર્યક્રમનું સંકલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. છાયાબેન શાહે કર્યું તથા આભાર દર્શન પ્રા. ડો. પ્રતિમાબેન શુક્લે કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓએ સહયોગ આપ્યો.


