સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
કે. કે. હાઈસ્કૂલ માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી જગમલભાઈ વાળાને તેમની માતૃસંસ્થા નૂતન હાઇસ્કૂલ – અમરેલી દ્વારા રિકોલ કરતાં તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નુતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ ભરતભાઈ જોશી તથા ગીતાબેને હાજરી આપી હતી. આ ઉપરાંત શ્રી વાળા સાહેબના પરિવારમાંથી તેમના ધર્મપત્ની લાભુબેન તેમજ તેમના દીકરી પૂજાબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પધારેલ મહેમાનોને પુષ્પગુચ્છ આપીને શિક્ષક ભાઈ/બહેનોએ સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ ખડદિયા સાહેબે શબ્દોથી સ્વાગત કરીને મહેમાનોને આવકાર્યા હતા. તેમજ લાગણી અને પ્રેમભાવ સાથે વિદ્યાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રતિભાવોમાં શ્રી વાળા સાહેબની આદર્શ શિક્ષકની છબી જોવા મળી હતી. તેમજ માધ્યમિક વિભાગમાંથી શ્રી તૃપ્તિબેન ભરાડે અને શ્રી પરબતભાઈ કડછાએ લાગણીસભર અને ભાવવિભોર પ્રતિભાવો આપ્યા હતા. આ ઉપરાંત શ્રી માંજરીયા સાહેબે હળવી શૈલીમાં પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમજ વિજ્ઞાન પ્રવાહમાંથી શ્રી જાગૃતભાઈ દવેએ શ્રી વાળા સાહેબને અર્પણ સન્માનપત્રનું વાંચન કર્યું હતું.
આ ઉપરાંત સ્ટાફ પરિવારની મંડળી તરફથી શ્રીફળ, સાકર, સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કરીને શ્રી વાળા સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્યશ્રી ખડદીયા સાહેબે તેમજ શ્રી માંજરીયા સાહેબે શાલ ઓઢાડીને વાળા સાહેબનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં ફોટોગ્રાફીની બિરદાવા લાયક સેવા વિજ્ઞાન પ્રવાહના શિક્ષકશ્રી સાગરભાઇ વાડોદરિયાએ આપી હતી. સંપૂર્ણ કાર્યક્રમમાં સાઉન્ડની વ્યવસ્થા શાળાના શિક્ષકશ્રી ધનેશભાઈ પટેલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ અને કાવ્યત્મક શૈલીમાં સંચાલન શ્રી કમલેશભાઈ ગોંડલીયાએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ રફિકભાઈ ભોરણીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે લાગણીઓની પળોને વાગોળવા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ખડદીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફ પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.


