સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ૭ કિ.મીટર લાંબી તિરંગા યાત્રા નીકળી. આમ રાષ્ટ્રપ્રેમનો અનોખો ઉપહાર જોવા મળ્યો. સાવરકુંડલા શહેરમાં મુસ્લિમ સમાજના દસ હજાર લોકો તિરંગા યાત્રામાં સામેલ થયા. સમસ્ત મુસ્લિમ સમાજના દસ હજાર લોકોની તિરંગા યાત્રા સાવરકુંડલાના રાજમાર્ગો પર ફરી…મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં વન્દે માતરમ્ અને ભારત માતા કી જય ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા. અને આમ છલોછલો રાષ્ટ્ર પ્રેમની એક અનોખી ઝલક સાવરકુંડલા શહેરમા જોવા મળી..


