Gujarat

સમાધાન માટે આવેલા બે ઈસ્મોએ પ્રેમિકાના બનેવી પર હુમલો કરતા ફરિયાદ

જામનગર
જૂનાગઢમાં ખારી નદી રોડ પર રહેતાં અફઝલ દરજાદા નામના યુવાનની સાળી સાથે ચાર વર્ષથી જામનગરના મહમદહુશેન ગામેતીને પ્રેમ સંબંધ હતો અને આ સંબંધ દરમિયાન મહમદહુશેન અવાર-નવાર તેની પ્રેમિકા પાસેથી પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરતો હતો. પ્રેમી દ્વારા અપાતા ત્રાસની જાણ સાળીએ બનેવી અફઝલને કરી હતી. જેથી અફઝલે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી તેની પત્નીની બહેનપણીના ઘરે મહમદહુશેનને સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં સમાધાન માટે આવેલા મહમદહુશેન ગામેતી અને સમીર નામના બે શખ્સોએ અફઝલ અને તેની પત્ની સબનમને વાતચીત દરમિયાન અપશબ્દો કહ્યા હતા. તેમજ બંન્ને શખ્સોએ અફઝલને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ લાકડાના ધોકાના ઘા મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ બાદ અફઝલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ પી.કે. વાઘેલા તથા સ્ટાફે અફઝલના નિવેદનના આધારે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી.જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક યુવાને બે શખ્સોને સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં બેઉ શખ્સોએ યુવાનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *