ઈન્ટ્રીમ પેકેજ બાબતે સરકારે પોલીસ કર્મચારીઓ પાસેથી માગેલ બાહેંધરી ના એફીડેવીટ થી ગુજરાત પોલીસ ખફા
ઈન્ટ્રીમ પેકેજ નહીં મળે તો વાંધો નહીં પણ કાંડા કાપીને બીજા કોઈ એલાઉન્સ કે ગ્રેડ પે ની માગણીઓ જતી કરવા સમગ્ર ગુજરાત પોલીસની મનાઈ
સોગંદનામામાં સહી નહીં કરવા બાબતે ગુજરાત પોલીસમાં પ્રચંડ એકતા દેખાઈ સરકારની મુશ્કેલીઓમાં વધારો
ગુજરાત પોલીસ પાસે બળજબરીથી એફીડેવીટ ઉપર સહીઓ લેવાનું દબાણ કરવામાં આવશે તો ગુજરાત પોલીસ શિસ્તમાં રહીને પોત-પોતાના પોલીસ સ્ટેશનમાં આપશે લેખિત રીપોર્ટ
પોલીસ ઈન્ટ્રીમ પેકેજ સ્વીકારી ગ્રેડ પે કે બીજા ભથ્થાં જતાં કરવા નથી તૈયાર પોલીસ કર્મચારીઓ લેખિતમાં રીપોર્ટ આપશે કે દાદ-ફરિયાદ સમિતિ તથા ગ્રેડ પે કમિટી સમક્ષ કરેલી માગણીઓ પૂર્ણ થશે અને #૨૮૦૦_૩૬૦૦_૪૨૦૦ ગ્રેડ પે મળી જશે તો જ એફીડેવીટ ઉપર કરશે સહી તે સિવાય નહીં
ગુજરાત પોલીસ કર્મચારીઓને સરકારની નિયત તથા ઈરાદા ઉપર ઉપજી શંકા કે સરકાર એફીડેવીટ ઉપર સહી લઈ પોલીસના કાંડા કાપીને રજા પગાર જેવાં ભથ્થાં બંધ કરવા માંગે છે
ગુજરાત પોલીસ આ વખતે સરકાર ના ઈરાદા સામે નહીં ઝુકવા પ્રચંડ એકતા સાથે મક્કમરિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

