Gujarat

સરહદી થરાદ તાલુકાના ભૂરિયા ગામના યુવકનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

થરાદ
થરાદના ભુરીયા ગામના વતની અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુરમાં અભ્યાસ કરતા દિલીપભાઈ અમીરામભાઈ પુરોહિતનું ૨૪મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું હતું. જાેકે, ભારત સરકાર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારમાં દિલીપભાઈ પુરોહિત રાષ્ટ્રીય વિદ્યાર્થી સ્વયંસેવકમાં પસંદગી પામતા સન્માનિત કરાયા હતા. યુનિર્વિસટી કક્ષાએ સર્વશ્રેષ્ઠ એનએસએસ કાર્યકરનું સ્થાન પ્રાપ્ત કરનાર દિલીપભાઈ વર્ષ ૨૦૧૮થી એનએસએસ સાથે જાેડાયેલા હોઈ અને પાલનપુરમાં દર રવિવારે ઝૂંપડપટ્ટી વિસ્તારના ૫૦થી વધુ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ કાર્ય બજાવી રહ્યા હોઈ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું હતું.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *