તલોદ
સાબરકાંઠાના મેશ્વો નદી પર તલોદ નજીક ગોરઠીયા અને જવાનપુરા બેરેજ આવેલા છે. ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં નદીમાં પાણી આવ્યું હતું. તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીક ટ્રેકટર નદીમાં રેતી ભરવા ગયું હતું. નદીમાં રેતી ભરાઈ રહી હતી અને અસાનક મેશ્વો નદીમાં પાણી આવતું દેખાતા જ લોકોએ ટ્રેકટર બહાર કાઢવા માટે પ્રયત્ન શરૂ કર્યો હતો પણ માટીમાં ભરાઈ ગયેલ ટ્રેકટર ન નિકળતા ચાલક સહિત રેતી ભરનારા બહાર નીકળી કિનારા પર આવી ગયા હતા અને ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યાર બાદ લાંબી શોધખોળ બાદ તણાયેલું ટ્રેકટર ધનિયોરથી એક કિમી દૂર મળી આવ્યું હતું. સિંચાઇ વિભાગ દ્વારા નદીમાં પાણી આવતા તલોદના ૧૦થી વધુ ગામોને સતર્ક કરાયા હતા અને નદી કિનારે નહીં જવા સૂચન પણ કરાયું હતું. છતાં લોકો રેતી ભરવા ગયા હતા ત્યાર સદનસીબે કોઈ જાન હાની થઈ નથી.સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ટ્રેકટર રેતી ભરવા ગયું અને અસાનક નદીમાં પાણી આવતા ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લાંબી શોધખોળ બાદ ટ્રેકટર એક કિમી દૂરથી બહાર કાઢ્યું આવ્યું હતું.

