Gujarat

સાયલાના ધમરાસળા ગામે બકરાની બલી ચડાવતા ૩ની ધરપકડ

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં સાયલાના ધજાળા પોલીસ ટીમે બાતમીના આધારે ધમરાસળા ગામે આવેલા અંકાસી માતાજીના મંદિરે અચાનક દરોડો પાડ્યો હતો. જેમાં ધજાળા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તે પહેલા જ બકરાની બલી આપી દેવામાં આવી હતી. પશુની બલી ચડાવતો એક વીડિયો પણ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, ત્યારે આ વીડિયો ધમરાસળા ગામનો જ હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે મૃત બકરાની મુંડી, વાળ સાથેનું ચામડું સહિતના અવશેષો કબજે કર્યાં હતા. આ પોલિસ કાર્યવાહીમાં ધજાળા પોલિસ ટીમે સોખડા ગામના ત્રણ શખ્સોની ધરપકડ કરી પશુ સંરક્ષણ ધારા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધમરાસળા ગામે માતાજીને બકરાની બલી ચડાવતા ત્રણ શખ્સો ઝડપાતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં સાયલા પંથકમાં ૨૧મી સદીમાં પણ અંધશ્રદ્ધાનું દુષણ જાેવા મળતા પશુ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાવા પામી છે. જ્યારે પશુની બલી ચડાવતો એક વીડિયો પણ તાજેતરમાં જ સોશિયલ મિડીયામાં ફરતો થયો છે, ત્યારે આ વીડિયો ધમરાસળા ગામનો જ હોવાની આશંકા સેવાઇ રહી છે.

Mataji-was-caught-by-the-police-while-sacrificing-a-goat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *