સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબ, અર્બન હેલ્થ સેન્ટર સાવરકુંડલાના ડો. મયૂર પારઘી, ડો. રોનક ગોંડલિયાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર સાવરકુંડલા પોલીસ વિભાગનાં પોલીસ કર્મચારીઓને કોવિડ વેક્સિનેશન રસીકરણ કામગીરી અંતર્ગત ત્રીજો પ્રિકોશનરી ડોઝ આજે હેલ્થ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ. સાવરકુંડલા ડીવાયએસપી ચૌધરી સાહેબ, તથા અમરેલીથી આવેલ ડીવાયએસપી ગોહિલ સાહેબ, સાવરકુંડલા ટાઉન પીઆઈ ગોસ્વામી સાહેબ તથા રૂરલ પીઆઈ દેસાઈ સાહેબ તથા સાવરકુંડલા ટાઉન અને રૂરલ તમામ પોલીસકર્મીઓએ આ કોવિડ વેક્સિનેશનનો ત્રીજો પ્રિકોશનરી ડોઝ લેતાં સાવરકુંડલા પોલીસમાં સો ટકા પ્રિકોશનરી વેક્સિનેશનની કામગીરી થઈ. આ તકે પંદરથી અઢાર વર્ષની વયનાં બાળકોને આપવામાં આવતો વેક્સિન ડોઝ અહીં સાવરકુંડલા ટાઉન પીઆઈ ગોસ્વામી સાહેબનાં સુપુત્રને આપવામાં આવેલ
સમગ્ર કામગીરી દરમિયાન સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીઓએ ખૂબ જ કૂનેહપૂર્વક કામગીરી બજાવતાં જોવા મળેલ.


