Gujarat

જેતપુર શહેર તેમજ તાલુકામાં મકરસંક્રાંતિના દિવસે અકસ્માતોની  વણજાર  નવાગઢ બાઈક પર જતા યુવાનનું ગળુ ચાઈનીઝ દોરીથી કપાયું

સમઢીયાળા ગામ પાસે ત્રિપલ બાઈક સવારી ચાલકના ગળામાં દોર વાગતા બાઈક સ્લીપ થતા ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત
કેરાળી ગામમાં ધાબા પરથી બાળક નીચે પટકાયો
જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મકરસંક્રાંતિ ઘાતક બની હોઈ તેવા બનાવો પ્રકાશમાં આવ્યાછે. ખતરનાક માંજાના કારણે બાઈક સ્લીપ થવાના અને ગળા કપાવાનાં બનાવો સામે આવ્યાછે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને બાઈક પર દોરો આડો પડતા બાઈક સ્લીપ થઈ અને ઈજાનાં બનાવોસામે આવ્યા છે. જયારે એક બાળક ધાબા પરથી પડી જતા તેને ઈજા થતા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જેતપુર  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પતંગની દોરી જીવલેણ બની હતી. જ્યારે પ્રથમ બનાવમાં નવાગઢ હાઇવે પર બાઈક પર જઈ રહેલ હુનેજ કાસમ સમા નામનો યુવક બાઈક પર જતો હતો ત્યારે રસ્તામાં એકાએક ઘાતક ચાઈનીઝ દોરી ગળાના ભાગે વાગતા તે સ્કૂટર નીચે પટકાયો હતો. જો કે સ્થાનિકોએ દોડી આવીને હુનેજને સારવાર અર્થે જેતપુરના સરકારી દવાખાને ખસેડયો હતો. હુનેજને ચાઇનીઝ દોરાથી ગળામાં ગંભીર ઇજા પહોંચી છે. હાલ યુવક સારવાર હેઠળ છે.
જ્યારે બીજો બનાવ તાલુકાના બોરડી સમઢીયાળા ગામ પાસેથી પસાર થઈ રહેલા ત્રણ સવારી બાઈક ચાલકને ગળામાં દોર વાગતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલક સહિત અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
જયારે અકસ્માતે અગાસી પરથી પડી જતા એક બાળકને ઈજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં કેરાળી ગામમાં  રહેતા જય મિતુલભાઈ હિરપરા નામના 9 વર્ષિય તરૂણ અગાસી પરથી નીચે પડી જતા તેને સારવાર માટે પ્રથમ જેતપુર સિવિલ બાદ જુનાગઢ  ખસેડવામાં આવ્યો હતો.
ઉતરાયણના તહેવારમાં સેંકડો પક્ષીઓ, લોકોનો જીવ હણી લેતી ઘાતક ચાઈનીઝ દોરીના વપરાશ અને વેચાણ પર સરકારે સખત પ્રતિબંધ લાદી દીધો હોવા છતાં રાજકોટ ગ્રામ્યમાં  તંત્રના નાક નીચે ચાઈનીઝ દોરીનો છડેચોક વેપલો થયો હતો જેના લીધે અનેક નિર્દોષ જીવો મોતના મુખમાં   ધકેલાયા હતા.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220115-WA0174.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *