Gujarat

સાવરકુંડલા કે.કે. હોસ્પિટલ ખાતે જરૂરી ખાલી પડેલ જગ્યાઓ તેમજ હોસ્પીટલમાં આધુનિક સાધન સામગ્રી માટે પૂરી પાડવા માટે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત… 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે આવેલ સિવિલ  કે.કે.હોસ્પિટલમાં ઘણા સમયથી કલાસ ટુ અને કલાસ થ્રીના કર્મચારીઓની જગ્યાઓ ખાલી પડેલ છે જેમાં  જુનીયર ફાર્માસિસ્ટ જગ્યા-૨ , લેબ ટેકનિશિયન જગ્યા -૨, બાયો મેડીકલ ઈન્જીનયર જગ્યા -૧, તેમજ હોસ્પિટલમાં આધુનિક સાધનોની જરૂરિયાત છે, જેવા કે આઈ.આઈ.ટી.વી.રોટેટીંગ એનોડ ટ્યુબ-૧, ડીફ્રીબ્રીલેટર-૪, મલ્ટી પારામીટર-૩,  ૩ ચેનલ ઈસીજી મશીન-૨ વહીલ ચેર ૧૦, સ્ટેચર-૫, સેલ કાઉન્ટર -૧, ડેન્ટલ રૂટ કેનાલ કીટ-૧  તથા હોસ્પિટલમાં ક્લાસ વન ક્લાસ ટુ, ક્લાસ થ્રી અને ક્લાસ ફોર માટેના ક્વાર્ટર તેમજ મેડીકલ સ્ટોર  બનાવવા માટેની અવારનવાર તંત્ર દ્વારા માંગણીઓ કરવામાં આવતી હોય તેમ છતાં મહેકમ ઉભું કરવામાં આવેલ નથી તેમજ હોસ્પિટલમાં આધુનિક સાધનોનો અભાવ હોય જેના કારણે આ હોસ્પિટલ માં જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળી શકતો નથી અને તેઓને બહારની હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે  તેવી લોકો તરફથી માંગણીઓ મળી રહી હતી અને તેમના ધ્યાને આવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા આ હોસ્પિટલમાં પડેલ ખાલી જગ્યાઓની ભરતી કરવા અને જરુરીયાત મુજબની  સાધન સામગ્રીઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લોકોની સુકાખારીના ઉદ્દેશથી રજુઆત સાથે પત્ર પાઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *