સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં દાતાશ્રીઓ આંગણવાડીની પણ સંભાળ લે છે. કારણ કે આંગણવાડી એટલે નાના નાના ભૂલકાઓ માટે કિલ્લોલ અને આનંદ સાથે બાળપણને સમૃદ્ધ બનાવવાનું બાળકો માટેનું પવિત્ર સ્થળ. કદાચ આ સંદર્ભને લક્ષમાં રાખીને ભુવા ગામના દાતાશ્રીએ ભુવા આંગણવાડી કેન્દ્રને ગેઈટ એટલે કે દરવાજાની વ્યવસ્થા પૂરી પાડી હશે આ સુંદર મજાનો ગેઈટ દાતાશ્રી ઝાલાવાડીયા ભરતભાઈ નનુભાઈ તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો.
