Gujarat

સાવરકુંડલા નગરપાલિકા સાવરકુંડલાના પ્રાણ પ્રશ્નોને લઈને પ્રમુખશ્રી, તથા ચીફ ઓફિસર શ્રી અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોડીયા

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૧ થી ૯ સુધીના વિસ્તારોમાંથી લોકો દ્વારા અવારનવાર ફરિયાદો મળી રહી છે, કે દરેક વોર્ડના વિસ્તારોમાં રોડ રસ્તા મંજુર થયેલ છે તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી રોડ રસ્તા બનાવેલ નથી, તેમજ બનેલ રોડ બિસ્માર હાલતમાં છે તેઓને રીપેરીંગ કરવામાં આવતા નથી, પાણીના પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે, જેમાં પાણી નિયમિત, કે પુરતા પ્રમાણ વાલ્વમેન દ્વારા આપવામાં આવતું નથી,તથા દરેક વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી કે ઘંટાગાડી દ્વારા કચરો લેવામાં આવતો નથી હાલ ચોમાસાની સીઝન દરમ્યાન ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયેલ છે, દરેક વિસ્તારમાં ગટરનાં પાણી રોડ પર વહી રહ્યા છે, તેમને યોગ્ય રીતે સફાઈ કે ગટરોમાં જેટ લાગાવાવમાં આવતા નથી જેના કારણે રોડ પર ગંદા પાણી વહી રહ્યા છે, જેથી લોકોમાં બીમારી ના થાય તે માટે દવા છંટકાવ કરવામાં આવતો નથી, તેમજ જાહેર રોડ રસ્તા પર રેઢીયાર માલઢોરનો ત્રાસ વધી રહેલ છે. જેના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવું કે વાહન ચાલવા મુશ્કેલ બનેલ છે. આમ સાવરકુંડલા શહેરી વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉપરોક્ત કામ અંગે લોકોને  સુવિધાઓ વ્યવસ્થિતપણે મળી રહે અને નગરપાલિકા દ્વારા લોકોને પાણી, રોડ રસ્તા, અને ગટર તેમજ રેઢિયાર ઢોર જેવા પ્રશ્ને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા  માટે સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિજયભાઈ દોડિયા દ્વારા સબંધિત વિભાગને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી

IMG-20220712-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *