Gujarat

સાવરકુંડલા, માનવમંદિર અને વિખ્યાત લેખિકા અને પત્રકાર શીલા ભટ્ટ એક અજબનો સંયોગ જ કહેવાય. માત્ર દસ મિનિટની માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામબાપુની નિશ્રામાં એ નિર્દોષ જિંદગીની વ્યંજના અને પ્રકૃતિનું સાંનિધ્ય અને આ મુલાકાત

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 એટલે જ આવા સંયોગો રચાતા હશે.. માત્ર દસ મિનિટની એ મુલાકાતે અનેક ઉદગારોનું ભાથું લઈને શીલા ભટ્ટજીનું એક સુખદ સંભારણું બની જશે.
—————————————————————આનંદ, ઉત્સાહ, ઉમંગ, સ્નેહની સરવાણી એ જ સાચી પરખ છે વૈષ્ણવજનની. . આજના હાઈટેક યુગમાં પણ બાળક સાથે બાળક બની માની મમતા અને પિતાનો પ્રેમ આપવો એ પણ સમાજમાંથી તરછોડાયેલાં સમાજના સાતત્યને સ્વીકારી.. હરિચ્છા બળવાન છે એમ સમજી આ માનવસેવાનાં મનોરથી પૂ. ભક્તિરામબાપુની સાથે હરિના બાળકોની એ નિર્દોષ સ્મિતને સ્વીકારી એક પ્રતિષ્ઠિત લેખિકા જ્યારે એ અહેસાસ કરે કે સાચું સુખ એટલે ગાડી, બંગલો, સફળતા, શોહરત કે રાજકીય પરિપેક્ષમાં ટોચ પર પહોંચવું એ નથી એ તો બધા વ્યર્થ કાગળના ફૂલો છે.!! જીવનનો ખરો મર્મ તો દિન દુખિયા અને એમાં પણ સમાજથી તરછોડાયેલાં, પિડિત, શોષિત અને માનસિક સંતુલન ગુમાવેલા આવા હરિના બાળકોને વિશુદ્ધ પ્રેમ, સ્નેહ અને નિરપેક્ષ ભાવે માનવીય સંવેદનાનું સંવર્ધન કરવું એ પડકારજનક કાર્ય એ જ સાચી પ્રેમલક્ષણા ભક્તિ ગણાય.!!
સુપ્રસિદ્ધ લેખિકા અને પત્રકાર શીલા ભટ્ટજી એ પણ સાવરકુંડલા માનવમંદિરના આવા હેતાળ અને વાત્સલ્યથી તરબતર પૂ. ભક્તિરામબાપુની માનવમંદિરના હરિના બાળકો પ્રત્યેની સેવા જોઈને ખાસ્સા પ્રભાવિત થયા હતા. અને ગદગદભાવે આવી વિપરીત પરિસ્થિતિ અને વિપરીત સંજોગો સાથે બાથ ભીડીને પણ આ સેવા કાર્ય કરવું એ ખરેખર અવર્ણનીય જ ગણાય એવું અભિવ્યક્તિ કરી. અપરાધિક પરિસ્થિતિનો ભોગ બનતું એ માનસિક અસંતુલન ખરેખર ખૂબ પીડાદાયક હોય છે અને પૂ. ભક્તિરામ બાપુ તેનાં આ તમામ ઘાવને ખૂબ જ પ્રેમ અને માવજતથી રૂઝાવાનો સંનિષ્ઠ પ્રયાસો કરે છે. ખરેખર તો આવી સંસ્થાઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આર્થિક પ્રાવધાન માટે કોઈ ઠોસ પોલિસી ઘડવી જોઇએ.. અંતમા પૂ. ભક્તિરામબાપુના આ સેવાયજ્ઞમાં આપણી સદભાવના અને ખીસકોલીની  માફક  થોડા સેવા દાનની આહુતિ અર્પણ થાય તો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૃંદાવનના દર્શન પણ અહીં ધરાતલ પર જ થાય એમાં કોઈ શંકા નથી. આવા ઉદગારો અને આવિર્ભાવ સાથે શીલા ભટ્ટજીની આ મુલાકાત યાદગાર અવશ્ય ગણી શકાય..

IMG-20220513-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *