Gujarat

સાવરકુંડલા મામલતદાર કચેરીની એ.ટી.વી.ટી શાખાના નાયબ મામલતદાર અલ્પેશ મકવાણાની પ્રશંસનીય કામગીરીથી અરજદારો ખુશ.

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આયુષ્યમાન કાર્ડ માટે દર્દીઓને જરૂરી આવકના દાખલાની તાત્કાલિક ધોરણે ક્યારે જરૂર પડે તેનું કોઈ નક્કી નથી હોતું પરંતુ સાવરકુંડલાની મામલતદાર કચેરીમાં  અલ્પેશ મકવાણા નાયબ મામલતદાર તરીકે તા.૧૪/૨/૨૦૨૨ થી કાર્યરત થતાની સાથે જ દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ કામગીરીથી દર્દીઓ ખુશ થતા જોવા મળે છે. અનેક વાર લોકોને દવાખાનામાં દાખલ દર્દી ની ઇમરજન્સી સારવાર માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકના દાખલાની જરૂર હોય છે. દર્દી ખુદ ન આવી શકે એમ હોઈ પણ સગા વહાલા દર્દીની ફાઈલ સાથે લાવી જો વાત કરે કે અમારે તાત્કાલિક હોસ્પિટલના કામથી દર્દીને આવકનો દાખલો જોઈએ છે અને એ પથારીવશ છે તે આવી શકે એમ નથી તો નાયબ મામલતદાર અલ્પેશ મકવાણા તાત્કાલિક ધોરણે તુરંત જ  આવકનો દાખલો કાઢી આપીને માનવતાભર્યું વર્તન કરતા હોવાનું અરજદારો જણાવે છે.અને તેની સાથે કોમ્પ્યુટર ઓપરેટર પ્રશાંત બગડા,મહેશ બારૈયાની પણ વિશિષ્ટ કામગીરી જોવા મળે છે સાથો સાથ એટીવીટીમાં તમામ કામ અરજદારો ને મુશ્કેલી વગર જ કરી આપવામાં આવે છે. તાજેતરમાં RTE યોજના અન્વયે છેલ્લી તારીખનાં દિવસે વાલીઓના જાતિના દાખલા તાત્કાલિક ધોરણે પૂરા પાડીને પોતાના વહાલસોયા બાળકોના ફોર્મ વાલીઓ સમયમર્યાદામાં ભરી શક્યા હતા. આમ એ.ટી.વી.ટી શાખામાં તમામ સ્ટાફની હકારાત્મક કામગીરીથી અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.

IMG-20220416-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *