Gujarat

સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ખારા પાટના ગામોની જમીન નવસાધ્ય કરવા માટે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. સામાન્ય ઉપયોગ માટે પણ નદી કાંઠાના વિસ્તારોમાંથી લોકો વેકરો પણ લઈ શકતા નથી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડિઝીટલ ન્યૂઝની ટીમ સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના ક્રાંકચ, જુના સાવર અને ભુવા ગામની લોકસમસ્યા જાણવા પહોંચી ત્યારે મોટાભાગે ગ્રામ્યજનોનો એક સૂર તો સ્પષ્ટ ઉભરતો જોવા મળ્યો કે આ વિસ્તારમાંથી નદી પસાર થઈ રહી હોય છતાં નદીમાંથી વેકરો અહીં રેતી નહીં પણ વેકરો લેવો હોય તો પણ લઈ શકતા નથી ગ્રામ્ય વિસ્તારો હોય કોઈ પ્રસંગ સમયે પોતાના ફળિયામાં પાથરવા માટે વેકરો પણ આ નદીમાંથી લઈ શકતા નથી. તો વળી ખેડૂતોને પણ ગાડા કેડામાં રસ્તા પર થોડો ઘણો વેકરો નાખી ખાડા બૂરી શકતા નથી.. હા, ચણતર માટે રેતી જોઈએ તો કદાચ મોંઘા ભાવની ખરીદે પણ રસ્તા કે ફળિયામાં વેકરા માટે વલખાં મારે તો પણ નદીનો વેકરો લઈ શકતા નથી.  ગાડા કેડાને લેવલીંગ કરી બારેમાસ આવી જઈ શકાય તેવાં  રસ્તા થાય તો ખેડૂતોને સીમમાં જવામાં સરળતા રહે. સામાન્ય રીતે આ વિસ્તારના ખારા પાટની જમીનને નવસાધ્ય કરવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તો જમીન કસવાળી અને વધુ ઉપજાવ બને તે ખેડૂતો માટે ખૂબ જરૂરી છે. આ વિસ્તારમા ગાંડા બાવળને દૂર કરવા માટે નોંધનીય કામગીરી થાય તેવું ખેડૂતો ઈચ્છે છે. ભુવા ગામમાં સરકારી માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા થાય તો આ ગામના વિદ્યાર્થીઓને પાંચ છ કિલોમીટર દૂર અભ્યાસાર્થે જવું ન પડે.
આ ગામની આસપાસ સાવરકુંડલા કે લીલીયા વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય તો ગામડાનું સ્થળાંતર શહેરો તરફ જતું અટકાવી શકાય અને લોકો પોતાના પરિવાર સાથે ગામડામાં રહી શકે.

Screenshot_20221108-165144_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *