Gujarat

સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં નગરસેવક અને કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકભાઈ ખુમાણની મહુવા રોડ ખાતે આવેલાં નગરપાલિકા બિલ્ડીંગના પ્રાંગણમાં જોગીદાસબાપુ ખુમાણનુ સ્ટેચ્યુનું અધુરું કામ પૂર્ણ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી ને લેખિત રજૂઆત કરતાં

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં નગરસેવક અને કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકભાઈ ખુમાણની મહુવા રોડ ખાતે આવેલાં નગરપાલિકા બિલ્ડીંગના પ્રાંગણમાં જોગીદાસબાપુ ખુમાણનુ સ્ટેચ્યુનું અધુરું કામ પૂર્ણ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી ને લેખિત રજૂઆત કરતાં . અને પંદર દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરી અન્યથા તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે તો  તમામ સમાજને સાથે રાખીને કચેરીની સામે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી એ સંદર્ભમાં આજરોજ નગરપાલિકાના પરિસરમાં જોગીદાસબાપુ ખુમાણનુ સ્ટેચ્યુનું શુભાગમન થયું.. આમ એક સક્રીય નગરસેવક અશોકભાઈ ખુમાણની મહેનત રંગ લાવી. હવે એનું લોકાર્પણ ક્યારે થશે એ તો સમય જ કહેશે.. પરંતુ અશોકભાઈ ખુમાણની ધારદાર રજૂઆત કામ તો ચોક્કસ કરી ગઈ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
———————————————–
વાત જાણે એમ છે સાવરકુંડલા નગરપાલિકા પરિસરમાં શ્રી જોગીદાસબાપુના સ્ટેચ્યુ મૂકવાનો ઠરાવ કરી ઠરાવવામાં આવ્યું હતું અને આ કામનો તારીખ ૧૫-૯-૨૦૨૦ એજન્સી શ્રી વિશાલ એન્ડ પટેલને વર્ક  ઓર્ડર આપવામાં આવેલ છે. અને તે અન્વયે નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ માટેની કામગીરી હાથ ધરી માત્ર થોડું કામ કરી હાલ  બંધ પડેલ હતું . જેથી આ એજન્સીને કહી તાત્કાલિક જોગીદાસબાપુનું સ્ટેચ્યુ મૂકવામાં આવે. આ કામનું ટેન્ડર વિશાલ એન્ડ પટેલ કન્સ્ટ્રક્શન અમદાવાદ દ્વારા આ કામગીરી શા કારણથી કરવામાં આવતી નથી? આ કામની સમય મર્યાદા પણ પૂર્ણ થયેલ છે. આ એજન્સીને દિન ૧૫ માં આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવી અન્યથા તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે તો તમામ સમાજને સાથે રાખીને કચેરીની સામે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અશોકભાઈ ખુમાણે નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી ને લેખિત રજૂઆતમાં દર્શાવી હતી. અને અંતે અશોકભાઈ ખુમાણની આ રજૂઆત રંગ લાવી.. સત્તાધીશોમાં  સળવળાટ થતાં હવે ટૂંક સમયમાં જ જોગીદાસબાપુ ખુમાણનુ સ્ટેચ્યનું લોકાર્પણ થાય તેવું આમજનતા ઈચ્છે છે.

IMG-20220513-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *