Gujarat

સાવરકુંડલા શહેરના મહુવા રોડ પાડરશીંગા ખોડિયાર મંદિરની પાછળ  ફાટક પાસે આવેલા શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા રખડતાં ભટકતાં ગાયોની અનેરી સેવા

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પાડરશીંગા ખોડિયાર મંદિર પાછળ ફાટક પાસે આવેલ શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા રખડતી ભટકતી ગાયમાતાની સારસંભાળ કરવામાં આવેલ. આ ઉપરાંત આ ટ્રસ્ટ નિરાધાર, વૃધ્ધ અનાથોની માનવસેવાનું  પવિત્ર કાર્ય કરે છે. આ સંદર્ભે સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ રોડ પાસે સાત બળદો રખડતા ભટકતાં બિમાર અશક્ત બળદની જાણ આ સંસ્થાને થતાં ગૌશાળાના સેવકગણ જાતે સ્થળ પર દોડી બળદોને ગૌશાળાએ લાવી સારવાર આપી ગૌસેવાનું ઉત્મ કાર્ય કરતાં જોવા મળે છે. આમ જીવદયા અને માનવસેવાનાં આ ભેખધારીઓ કશી પ્રસિદ્ધિની અપેક્ષા રાખ્યા વગર જીવદયાનું કાર્ય કરતાં જોવા મળેલ છે.

IMG-20220707-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *