Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને એ. કે ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સમર કેમ્પમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા દ્વારા સેમિનાર યોજાયો..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ એ. કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ અર્થાત સાવરકુંડલાના લોકો જેને ગર્લ્સ હાઈસ્કૂલ કહે છે તેનાં વિશાળ હોલમાં સમર કેમ્પ અંતર્ગત વિવિધ વિષયોના જ્ઞાતાઓ દ્વારા શહેરના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને ઉનાળામાં પેલાં પરંપરાગત શિક્ષા પધ્ધતિથી થોડું અલગ માનસિક તંદુરસ્તીનો વ્યાપ વધે એવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાનાત્મક સાતત્ય જળવાય એ હેતુથી આ સમર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું
એ સંદર્ભમાં આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા દ્વારા વિદ્યાર્થીઓમાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન સઘન બને એ માટે ગ્રાહક સંબંધિત કાનૂની માહિતીની  ખૂબ જ સુંદર ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હિરાણી, બિપીનભાઈ પાંધી અને આકાશભાઈ કારેલીયા દ્વારા મનનીય વાતો કરવામાં આવેલ. આ સેમિનારમાં ઉપસ્થિત નૂતન કેળવણી મંડળના ચંદ્રિકાબેન ઘેલાણી, ગીતાબેન જોષી, ગેડિયા સાહેબ, ભાવેશભાઈ બોરીસાગર તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. તાલુકા કાનૂની સેવા સમિતિ વત્તી શિવરાજસિંહ ટાંક ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220513-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *