Gujarat

સાવરકુંડલામાં ગત તારીખ ૨૧/૭/૨૦૨૨ને ગુરુવારના રોજ સાવરકુંડલા – મુંબઈ નિવાસી સ્વર્ગસ્થ શ્રી માવજીભાઈ મારુના સ્મરણાર્થે social justice ફાઉન્ડેશન મુંબઈ દ્વારા અમરેલી જિલ્લામાં મહિલા સશક્તિકરણ માટે બ્યુટી પાર્લરનો એડવાન્સ કોર્ષ ટોકન ફી લઈને કરવામાં આવેલ હતો, 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તમામ સમાજની બહેનો બ્યુટી પાર્લરનો કોર્ષ કરી પગભર થાય અને પરિવારને આર્થિક મદદરૂપ થઈ શકે તે માટેનો હતો, આ કોર્ષ  ચલાવવામાં સૌંદર્ય બ્યુટી પાર્લરવાળા રૂપાબેન વીરજીભાઈ સોલંકી ચલાળાવાળા, સાવરકુંડલાના ભવાની બ્યુટી પાર્લરવાળા – ઉષાબેન કાલાવડીયા, અંજલી બ્યુટી પાર્લર વાળા- રેખાબેન વેકરીયા અને અમરેલીના સોનલ નથવાણી શ્રુંગાર બ્યુટી પાર્લર વાળાની ભરપૂર મહેનતથી આશરે ૪૫ જેટલી પરણિત, અપરણિત બહેનોને બ્યુટી પાર્લરનો એડવાન્સ કોર્ષ પૂર્ણ કરાવી પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન social justice ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી નીતિનભાઈ પરમાર, સામાજિક કાર્યકર પ્રવીણભાઈ મારુ, દિનેશભાઈ મહિડા, સાવરકુંડલાના સામાજિક કાર્યકર લલિતકુમાર મારુ, શરદભાઈ મારુ, ગોવીંદભાઇ મારૂ, સવિતાબેન મારુ, પ્રવીણભાઈ વેકરીયા, કેતનભાઇ નથવાણિ, મહેશભાઈ મારુ, સાગરભાઇ મારૂ, ઉદયભાઇ સોલંકી, ખુશી બ્યુટી પાર્લર, વંડાવાળા દયાબેન માવાણી તેમજ પાર્લરનો કોર્ષ કરેલ તમામ વિદ્યાર્થીની બહેનો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, એવું લલિતકુમાર મારૂ ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે

IMG-20220724-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *