Gujarat

સુરતની લોકમાન્ય શાળાના પ્રિન્સિપાલને પરત ન લેવાય તો વિદ્યાર્થીઓની એલસી લેવાની ચીમકી

સુરત
સુરતના રાંદેરની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ આજે શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા ર્નિણયને લઇને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ પટેલ કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોમર્સ ફેકલ્ટીના જીગ્નેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરજસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી આકારે તેમના વિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ ઉપર એકત્રિત થઈ ગયા હતા.શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણા શરૂ કર્યા હતા. આશરે ૩૦૦થી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર ઘરણામાં જાેડાયા હતા. જીગ્નેશ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સામે રજૂઆતો કરતા રહેતા હતા. વિદ્યાર્થીઓને વધુ પડતા માનસિક ત્રાસ આપવામાં આવે એ પ્રકારનો અભ્યાસને લઈને અમારા શિક્ષક હંમેશા વિરોધ કરતા હતા. તેના કારણે તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હતા. તેમને ગાંડામાં ખપાવી દેવાની વાત કરતા હતા. અમે તમામ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓ અને કહેવામાં આવ્યું છે કે, જાે અમારા સરને પરત નહીં લેવાય તો અમે બધા શાળામાંથી એલસી લઈશું.વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા ગાઈ વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે.સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું છે. જેથી તેમનું રાજીનામું પરત લેવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. ખરા તડકામાં વિરોધ પર વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉતર્યા છે. તમામની એક જ માગ છે કે, પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહી આવે ત્યાં સુધી તેઓ દેખાવો કરતાં રહેશે. જાે કે આ બાબતે શાળાના સંચાલકો દ્વારા કોઈ જ જવાબ ન અપાતો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *