સુરત
સુરતના પાર્લેપોઇન્ટ સ્થિત સરગમ શોપીંગ સેન્ટરની સામે પંચવટી સોસાયટીમાં રહેતા વિરેન કિશોરસિંહ મહીડા (ઉ.વ. ૩૬) નાનપુરા સ્થિત એસ.એન.એક્સ બિલ્ડીંગમાં ત્વક્ષ આર્કિટેક એન્ડ ઇન્ટિરીયર ડિઝાઇનીંગની ઓફિસ ધરાવે છે. બે દિવસ અગાઉ વિરેન પોતાની બીએમડબલ્યુ કાર નં. જીજે-૫ જેએન-૪૪૧૧ લઇ ઉધના મગદલ્લા રોડ સ્થિત વલ્ચર ફર્નીચર શો-રૂમમાં કામ અર્થે ગયા હતા. વિરેને પોતાની કાર ભટાર ઓવર બ્રિજ નીચે પાર્ક કરી હતી. શો-રૂમમાંથી વિરેન પરત આવ્યો ત્યારે કારની પાછળની સીટ ઉપર મુકેલી લેપટોપ વાળી બેગ કિંમત રૂ. ૫૦ હજારની કારના કાચ તોડી ચોરી થઇ ગઇ હતી. બેગમાં લેપટોપ ઉપરાંત રોકડા રૂ. ૩ હજાર પણ હતા. ઘટના અંગે વિરેન મહિડાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.સુરતમાં તસ્કરો સક્રિય થયા હોય તેવું સામે આવી રહ્યું છે. ઉધના-મગદલ્લા રોડ ભટાર ઓવર બ્રિજ નીચે પાર્ક આર્કિટેક્ટની બીએમનડબ્લ્યુ કારના કાચ તોડીને ચોરી કરવામાં આવી હતી. અજાણ્યા તસ્કરોએ કારમાંથી લેપટોપ અને રોકડ મત્તા મુકેલી બેગ મળી કુલ રૂ. ૫૩ હજારની મત્તા ચોરીને ભાગી ગયા હતા.આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


