Gujarat

સુરતમાં બે એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર ૩ની ધરપકડ

સુરત
હીટાચી કંપનીના એ.ટી.એમ. મશીનની જાણવણીનો કોન્ટ્રાક્ટ ધરાવતી અદ્વૈત ટીઝર્વના ચેનલ એક્ઝિક્યુટિવ જયેશ ચૌધરીને નવા વર્ષના મળસ્કે પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ઐયપ્પા કોમ્પ્લેક્સના ૈંઝ્રૈંઝ્રૈં બેન્કનાં છ્‌સ્ મશીનમાં તોડફોડ થઈ હોવાની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છ્‌સ્ મશીનમાં રહેલા ફાયર એસ્ટિન્ગ્યુશરથી જ મશીનનો દરવાજાે તથા એસ. એન.જી. લોક તોડી નાખવામાં આવ્યું હતું. રાત્રે ૩ઃ૨૧ વાગ્યે આ મશીનની તોડફોડ કરીને ભાગેલા ત્રણ શખ્સો એ એક કલાક પછી એટલે કે ૪ઃ૩૦ વાગ્યે પીયૂષ પોઇન્ટ પાસે આવેલાં એક્સિસ બેન્કનાં છ્‌સ્ મશીનના સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી. ચોરીના ઇરાદે એક જ રાતમાં બે છ્‌સ્ મશીનની તોડફોડની ઘટનાએ પોલીસને પણ દોડતી કરી દીધી હતી. વધુમાં જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ તથા ઇનપુટને આધારે પોલીસે કુલદીપ દ્વારકા પ્રસાદ મિશ્રા, અનુરાગ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ અને આકાશ ઉર્ફે નીક પ્રભાકરનામ શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. કુલદીપ પોતાના બંને મિત્રો સાથે મધરાત્રે છ્‌સ્માં નાણાં ઉપાડવા ગયો હતો, પરંતુ નાણાં નહીં નીકળતાં ત્રણેયે ગુસ્સામાં મશીનની તોડફોડ કરી હતી. આ ત્રણેય નશામાં હતા કે કેમ તે પણ પોલીસ ચકાસી રહી છે. સબ ઇન્સ્પેક્ટર એ.જી. રબારી વધુ તપાસ કરી રહ્યા છે.નવા વર્ષની મધરાત્રે પાંડેસરા બાટલીબોય સર્કલ અને પીયૂષ પોઇન્ટ પાસે બે છ્‌સ્ મશીનોમાં ચોરીના ઇરાદે તોડફોડથી પોલીસને દોડતી કરી દેનાર ત્રણની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. છ્‌સ્માંથી રૂપિયા નહીં નીકળતાં મશીનની તોડફોડ કરી હોવાનું ઝડપાયેલાં આરોપીઓએ કબૂલાત કરી હતી.

Attempted-ATM-theft.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *