અમદાવાદ
સ્કૂલમાં ભણતા ૧૫થી ૧૮ વર્ષના બાળકોને ઓળખીને તેમને વેક્સિન આપવાનું સરળ છે, પરંતું જે બાળક સ્કૂલ ના જતું હોય તેવા બાળકને વેક્સિનને લઈને પ્રશ્ન હતો, ત્યારે સરકાર દ્વારા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા શોધીને વેક્સિન આપવામાં આવશે. આ સિસ્ટમમાં જેમ કે કોઈ બાળક અગાઉ સ્કૂલે ભણતું હોય અને સ્કૂલમાંથી કોઈ કારણથી ડ્રોપ લીધો હોય તો તેવા બાળકના અગાઉના રેકોર્ડના આધારે શોધીને વેક્સિન આપવામાં આવશે. આ અંગે અમદાવાદ ડ્ઢઈર્ં હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, ૧૫થી ૧૮ વર્ષના તમામ બાળકોને વેક્સિન આપવાનો જે ર્નિણય કરવામાં આવ્યો છે, ત્યારે સ્કૂલમાં ભણતા બાળકોને સરળતાથી વેક્સિન મળી જશે. પરંતુ સ્કૂલમાં ના ભણતા હોય તેવા બાળકો માટે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ કરવામાં આવશે.આજથી ૧૫થી ૧૮ વર્ષના બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે. આજથી શરૂ થયેલા વેક્સિનેશનમાં સ્કૂલમાં ભણતા બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જે બાળક સ્કૂલે જતું નથી અને ૧૫થી ૧૮ વર્ષનું હોય તે બાળક પણ વેક્સિનથી વંચિત ના રહી જાય તે માટે સરકાર દ્વારા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી શોધીને વેક્સિન આપવામાં આવશે.

