સુરત
સુરતના કતારગામ અને ચોક વચ્ચેના ઓવરબ્રિજ નીચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ (જીજે-૦૫-બીએક્સ-૩૩૨૧)નો ચાલક બસને ગફલત ભરી સ્થિતિમાં ચલાવીને ઓવરબ્રિજ નીચેના પિલર સાથે અથડાવી દીધી હતી. જેના કારણે બસમાં ભરેલા મુસાફરોમાંથી એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચતી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય મુસાફરોને નાનો મોટો મૂઢમાર વાગ્યો હતો. બસનો ચાલક દારૂના નશામાં હોય તે રીતે બસ ચલાવતો હતો. બસ અથડાયા બાદ આગળનો કાચ તૂટી ગયો હતો અને રસ્તા પર કાચ પડી ગયો હતો. જાેકે બસ અથડાયા બાદ બ્રિજના પિલરને કોઈ મોટું નુકસાન સર્જાયું નહોતું. સાથે જ અન્ય મુસાફરોને પણ વધારે ઇજા ન પહોંચી હોવાથી તમામ લોકોએ હાંશકારાની લાગણી અનુભવી હતી. ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું કે બ્રિજ નજીકથી પસાર થતાં વખતે સિટી બસના ચાલકે બ્રિજની ગડર સાથે બસને અથડાવી દીધી હતી. પ્રવીણ ચૌહાણ નામનો ડ્રાઇવર બસને ચલાવતો હતો. અકસ્માત થયા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો છે. સમગ્ર ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે એક મહિલાને સામાન્ય ઇજા થઈ છે તેમજ સ્થાનિક લોકો દ્વારા બસમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઘટના અંગે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવશે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી તેની પણ તપાસ થશે.સુરતમાં કતારગામ અને ચોકને જાેડતા ઓવરબ્રિજ નીચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસનો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી બસ બ્રિજના પિલર સાથે ધડાકાભેર અથડાતા એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હોય તે રીતે બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો.


