સુરત
સુરતના પાંડેસરા ખાતે આવેલી ચીકુવાડી ખાતે આવેલા ઉમિયા ફરસાણની બાજુમાં સીએનજી (કાર નંબર જીજે ૫પીએચ ૮૮૫૩) કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ જાેતામાં વિકરાળ બની હતી. જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. એક મહિના અગાઉ લીધેલી કાર ગેરેજમાં રીપેરીંગ માટે આપી હતી. સીએનજી અને પેટ્રોલ પર આકાર ચાલતી હતી. જેને રીપેરીંગ બાદ ઘરે લઈ આવતો હતો. તે દરમિયાન સળગી ગઈ હતી. હું અંદર હતો અને આગના ધુમાડા જાેતા જ બહાર નીકળ્યો હતો. બાદમાં સીટો બહાર કાઢી હતી. તથા બાટલો પણ બંધ કર્યો હતો. એક વખત આગ કાબુમાં આવી ગયા બાદ ફરીથી આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને આગ બળીને ખાક થઈ ગઈ હતી.સુરતના પાંડેસરા ખાતે આવેલી ચીકુવાડી નજીક રસ્તા પર દોડતી કારમાં આગ લાગી ગઈ હતી. સીએનજી કારમાં લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં બહેનો માહોલ સર્જાયો હતો. ૨૦૦૭ના મોડલની સીએનજી કાર એક મહિના અગાઉ જ ખરીદવામાં આવી હતી. ત્યારબાદ તેને રીપેરીંગમાં મૂકવામાં આવી હતી. ગેરેજથી ઘરે લઈ જતી વખતે કારમાં આગ લાગી ગઈ હતી.


