સુરેન્દ્રનગર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજાવાની સંભાવના વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થવા પામી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુજરાત યાત્રા પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનો અને સક્રીય કાર્યકરો પણ ચૂંટણીના એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન અને ડીસ્ટ્રીકટ બેંકના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી એવા જુવાનસિંહ પરમારના પુત્ર પ્રહલાદસિંહ પરમાર મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જાેડાયા ર્છ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ૨૦૦થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જાેડાયા છે. જ્યારે વઢવાણ, મુળી, લખતર સહિતના તાલુકાઓમાંથી પણ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જાેડાયા છે. મોટી સંખ્યામાં જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જાેડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન અને ડીસ્ટ્રીકટ બેંકના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી જુવાનસિંહ પરમારના પુત્ર પ્રહલાદસિંહ પરમાર મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જાેડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ૨૦૦થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જાેડાયા છે.


