સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા. જ્યારે હળવદમાં મીની વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા તબેલાનો શેડ પડી જતાં પાંચ ભેંસો દટાઈ હતી અને ગાયો ઉપર શેડ પડતા નાનીમોટી ઇજા થઇ હતી. જાેકે, તબેલાના શેડ નીચે દટાયેલી પાંચેય ભેંસોને મહામહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. આ ભારે પવનથી ઠેરઠેર પતર ઊડ્યા હતા. હળવદમાં અસહ્ય બફારા અને ગરમીને કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદનું ઝાપટું પડ્યું હતું. જાેકે, વરસાદ તો માત્ર થોડો જ પડ્યો હતો, પણ જાેરદાર પવન ફૂંકાયો હતો. મીની વાવઝોડા રૂપી આ તેજ પવનને આફત નોતરી હતી. જેમાં હળવદમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસે આવેલા તબેલાનો આખો શેડ ઉડી ગયો હતો. જેથી આ શેડ હેઠળ પાંચેક ભેંસો દટાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને મહામહેનતે ભેંસોને શેડ નીચેથી બહાર કાઢી લીધી હતી. તેમજ શેડ નીચે અમુક ગાયો પણ દટાઈ જતા ઇજા થઇ હતી. જ્યારે હળવદના કોયબા રોડ ઉપર આવેલા વેર હાઉસના ગોડાઉનના પતરા ઊડ્યા હતા. તો રાણેકપર રોડ ઉપર મકાનોના પતરા ઉડ્યા હોવાની માહિતી મળી છે. તેમજ બેનરો, હોર્ડિંગને નુકસાન થયું છે. અમદાવાદ માળીયા ટોલ વે લિમિટેડ સોલડી ટોલ પ્લાઝા ખાતે આવેલા ભયાવહ વાવાઝોડાના કારણે ટોલ પ્લાઝામાં લગાવેલા કેનોપી અને રોડની સાઇડે લગાવેલા બોર્ડ્સ ને ભારે નુકશાન થયું છે. આ અંગે પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવના જણાવ્યાનુસાર આ વીડિયો ક્યાંનો છે એ અત્યારે કહેવુ અઘરૂ છે. જેની ખરાઇ કરવા રેવન્યુ તલાટીને ઘટનાસ્થળે મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ પણ ભયાવહ ચક્રવાત જાેવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ જાેવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટક્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ભયાવહ ચક્રવાતના કારણે ૧૮ જેટલા વીજપોલ ધરાશાઈ થયા હતા. જેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો.પાટડીના ગોરીયાવડમાં આકાશી ચક્રવાતના બવંડરનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા. જ્યારે પવનના સૂસવાટા અને આ આકાશી ચક્રવાતે ઝાલાવાડ પંથક અને હળવદ પથંકને ઘમરોળ્યું હતુ અને ભારે વિનાશ વેર્યો હતો. જ્યારે હળવદમાં ભારે પવનને કારણે તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઈ હોવાની ગોઝારી ઘટના બની હતી. જ્યારે વેરહાઉસના ગોડાઉનના પતરા ઊડ્યાં હતા.
