Gujarat

સુરેન્દ્રનગરના સાપકડા ગામે ટ્રકનું ટાયર યુવાનના માથા પર ફરી વળતાં મોત

સુરેન્દ્રનગર
હળવદ તાલુકાના સાપકડા ગામે આગામી દિવસોમાં યોજાનાર સ્વામિનારાયણ ભગવાનના ધાર્મિક કાર્યક્રમને લઇ મંડપ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેરના ભારતનગરમાં રહેતા સાયરભાઈ દેવાભાઈ લકુમ રાજકોટથી મંડપ ભરી આવે ટ્રક સાથે કામ કરવા આવ્યા હતા. જે ત્યારે તાપ વધુ હોય જેથી ટ્રકના છાયડે ટ્રક નીચે આરામ કરી રહ્યા હતા. તેવા સમયે ટ્રકના ડ્રાઈવરને ખબર ન હોવાથી ટ્રક ચાલુ કરી આગળ હંકાવતા ટ્રક નીચે આરામ કરી રહેલા સાયરભાઈના માથા પરથી ટ્રક ફળી વળતાં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ ગામ લોકોને થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવની વધુ તપાસ સાપડા બીટ જમાદાર મનહરભાઈ પ્રજાપતિ ચલાવી રહ્યા છે.હળવદ તાલુકાના સાપકડા ગામે સ્વામિનારાયણ ભગવાનના ધાર્મિક કાર્યક્રમને લઇ રાજકોટથી ટ્રક લઈ મંડપ બાંધવા આવેલા યુવાનનું ટ્રકનું ટાયર માથે ફરી વળતા ઘટના સ્થળે જ ચગડાઇ જવાથી કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Death-of-a-sleeping-youth-due-to-flat-tire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *