Gujarat

સોનાનો વાયદો રૂ.286 અને ચાંદીનો વાયદો રૂ.1,679 વધ્યોઃ નેચરલ ગેસમાં નરમાઈનો માહોલઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.103237 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.162326 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.340 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2 થી 8 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 3,141,194 સોદાઓમાં કુલ રૂ.265,902.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.103236.61 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.162326.07 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 819,442 સોદાઓમાં કુલ રૂ.40,036.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,743 અને નીચામાં રૂ.50,007 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.286 વધી રૂ.50,356ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.157 વધી રૂ.40,455 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.5,025ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,153ના ભાવે ખૂલી, રૂ.277 વધી રૂ.50,429ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.52,547ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,761 અને નીચામાં રૂ.52,547 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1679 વધી રૂ.54,281 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1622 વધી રૂ.54,864 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,640 વધી રૂ.54,942 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 100,411 સોદાઓમાં રૂ.15,539.16 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.3.15 ઘટી રૂ.200.10 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.8.50 ઘટી રૂ.283ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.19.45 વધી રૂ.653.30 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.177ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 536,002 સોદાઓમાં કુલ રૂ.47,471.27 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,230 અને નીચામાં રૂ.6,511 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.228 ઘટી રૂ.6,699 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.108.60 ઘટી રૂ.632.10 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,686 સોદાઓમાં રૂ.189.94 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.37,950 અને નીચામાં રૂ.36,180 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,030 ઘટી રૂ.36,990ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.33.50 વધી રૂ.1012.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.15,802.14 કરોડનાં 31,335.608 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.24,234.10 કરોડનાં 4,491.897 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.18,311.12 કરોડનાં 26,497,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.29,160 કરોડનાં 434462500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.125.21 કરોડનાં 34575 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.64.73 કરોડનાં 639.72 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,925.765 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,202.162 ટન, ક્રૂડ તેલમાં 1389200 બેરલ અને નેચરલ ગેસમાં 8780000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 37325 ગાંસડી, મેન્થા તેલમાં 717.84 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.340.24 કરોડનાં 4,950 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,620ના સ્તરે ખૂલી, 159 પોઈન્ટ વધી 13,773ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.162,326.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,583.35 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.816.68 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.133,325.74 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22,594.36 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *