Gujarat

સાવરકુંડલા શહેરમા આમ આદમી પાર્ટીનાં કાર્યકરો હવે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વ્યવસ્થિત રીતે આગળ વધતાં જોવા મળે છે. લોકો પણ ઉત્કંઠા સાથે આમ આદમીના આ પ્રચાર અભિયાનથી માહિતગાર થતાં જોવા મળે છે.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા નવતર પ્રયોગ.. લોકોને કેજરીવાલ દ્વારા આપવામાં આવતાં આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આપવામાં આવતાં વાયદાઓ એટલે કે ગેરંટી યોજના સંદર્ભે સ્માર્ટ કાર્ડ દ્વારા ફોન પર રજિસ્ટ્રેશન કરીને સ્માર્ટ કાર્ડની લ્હાણી કરતાં જોવા મળ્યાં હતાં. બીજા શબ્દોમાં કહીએ તો હવે આમ આદમી પાર્ટી એટલે આપડી પાર્ટી એવાં કન્સેપ્ટ સાથે સાવરકુંડલા શહેરનાં શ્રમજીવીઓ મધ્યમ વર્ગના લોકો, સરકારી કે અર્ધસરકારી નોકરિયાતોને પણ આવાં ગેરંટી કાર્ડ વિતરણ કરતાં જોવા મળેલ છે.
   પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના નેતા ભરત નાકરાણી, વિશાલ રાદડિયા અને તેની ટીમ લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટી યોજના વિશે વિશદ સમજ આપી રહ્યાં છે

IMG-20220909-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *