ગિરગઢડા
ભરત ગંગદેવ..
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત ૧૧માં ખેલ મહાકુંભ ૨૦૨૨ માં તાલુકા કક્ષાની અં-૧૧ ની ૫૦ મીટર દોડ તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઇવેન્ટમાં વિજેતા ક્રમ ૧ થી ૮ ના ખેલાડીઓ માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી યંગ ટેલેન્ટ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે બહેનો અને ભાઈઓ માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન સોમનાથ એકેડેમી કોડીનાર ખાતે કરવામાં આવ્યું હતું. જેમા ભાઈઓ ૯૬ તથા બહેનો ૯૬ એમ કુલ ૧૯૨ ખેલાડીઓએ આ બેટરી ટેસ્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ એકેડેમીના પ્રમુખ કરશનભાઇ સોલંકી, વ્યાયામ શિક્ષકસંઘના પ્રમુખ વરજાંગભાઇ વાળા રઘુભાઇ બારડ વગેરેની ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉભરતા ખેલાડીઓ તથા તેમના વાલીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયા અને ટેકનીકલ મેનેજર નરેશભાઈ ગોહિલે જહેમત ઉઠાવી હતી.


