Gujarat

સોમનાથ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે“અનુબંધમ” પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા બાબતે અપીલ

ગીર સોમનાથ. તા ૨૦: જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથની પ્રવૃત્તિને ડિજિટલાઈઝેશન કરવાના હેતુથી તથા ગીર સોમનાથ જિલ્લાના તમામ રોજગારવાંચ્છુઓને રોજગારી આપવા તેમજ નોકરીદાતાઓને માનવબળ પૂરા પાડવાના હેતુસર અનુબંધમ વેબપોર્ટલ તથા મોબાઈલ એપ ડેવલપ કરવામાં આવ્યા છે. નવી ટેકનોલોજીથી બનેલા આ પોર્ટલમાં રોજગારવાંચ્છુકો તથા નોકરીદાતાઓ માટે અનેક સુવિધાઓ આપવામાં આવી છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમલીકૃત ‘અનુબંધમ’ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લીકેશનમાં નોકરીદાતાશ્રીઓએ રજીસ્ટ્રેશન કરાવી પોતાના એકમમાં રહેલ ખાલી જગ્યાઓની નોંધણી કરાવી શકશે. એકમ દ્વારા નોંધાયેલ જગ્યાઓની વિગતો પોર્ટલના માધ્યમથી રોજગારવાંચ્છુઓ જોઈ શકશે. તેમજ રોજગારવાંચ્છુઓ શૈક્ષણિક લાયકાત મુજબ ઓનલાઈન અરજી પણ કરી શકશે. જે માટેની લિંક https://anubandham.gujarat.gov.in/account/signup છે.
            ગીર સોમનાથ જિલ્લાના કોઈપણ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને અનુબંધમ પોર્ટલમાં ઓનલાઈન નામ નોંધણી અંગે કોઈપણ મુશ્કેલી જણાય તો વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ જિલ્લાના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *