Gujarat

સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં અગ્રેસર સાવરકુંડલા તાલુકા કક્ષા  ના ખેલમહાકુંભમાં સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા પે.સેન્ટર શાળા નંબર ૧નો શ્રેષ્ઠ દેખાવ યથાવત. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૨૫/ ૩/ ૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભના અંતિમ દિવસે એથલેટિક્સ ની રમતો યોજાઇ હતી. જેમાં સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ ,૫૦ મીટર ,૧૦૦ મીટર, ૨૦૦ મીટર ૪૦૦ મીટર દોડ, તેમજ લાંબી કૂદ, ગોળા ફેક ,ચક્ર ફેક ની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં under 11  સ્ટેન્ડિંગ બ્રોડ જંપની સ્પર્ધામા પે.સેન્ટર શાળા નંબર ૧ ના ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ રાઠોડ કિશન કાળુભાઈ ,ભાલીયા વિજય તેમજ બેલીમ અલ્ફાજે ભાગ લીધો હતો. જેમાં રાઠોડ કિશન ૬ ફૂટ કૂદી ગયો હતો અને સમગ્ર તાલુકામાં દ્વિતીય નંબરે આવ્યો હતો તેમજ ભાલીયા વિજય સમગ્ર તાલુકામાં તૃતિય નંબરે આવ્યો હતો રાઠોડ કિશન આગામી સમયમાં સ્ટેન્ડિંગ બ્રોડની સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે પે.સેન્ટર શાળા નંબર ૧ ના એથલેટિક્સ કોચ હિતેશભાઈ જોષી, ખો ખો કોચ અલ્પેશભાઈ સીતાપરા, શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ જાદવ, સી.આર.સી કૃતિકાબેન ત્રિવેદી તેમજ શાળાના તમામ શિક્ષકોએ પ્રિન્સને જિલ્લા કક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *