Gujarat

હળવદના રણમલપુર ખાતેથી ૧.૧૨ લાખ સાથે ૬ જુગારીઓને ઝડપી પાડ્યા

મોરબી
હળવદ તાલુકામાં જુગારની બદીએ માઝા મૂકી છે. ત્યારે હળવદ પોલીસ મથકમાં મુકાયેલા નવ નિયુક્ત પીઆઇ દ્વારા જુગારની બદી નાબૂદ કરવા સપાટો બોલાવાનું શરૂ કરી રણમલપુર ગામની સીમમાં વાડીએ ધમધમતી જુગાર ક્લબ ઉપર દરોડો પાડ્યો હતો. જેમાં છ જુગારીઓને રૂ. ૧.૧૨ લાખની રોકડ સાથે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો છે. હળવદ પીઆઇના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રણમલપુર ગામની સીમમાં આરોપી સુરેશ જગદીશ પારેજીયાની વાડીમાં જુગારની મહેફીલ જામી હોવાની સચોટ બાતમી મળતા દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વાડીમાં તીનપત્તીના દાવ માંડનારા સુરેશ જગદીશ પારેજીયા, હસમુખ હરખાભાઈ, દિલીપ કરસનભાઈ પટેલ, હસમુખ અંબાલાલભાઈ શાહ, જગદીશ કેશવજી દલસાણીયા અને હરેશભાઈ દલીચંદ લોરીયા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેથી હળવદ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧.૧૨ લાખ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરતાં જુગારીઓના બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Police-raids-gambling-dens.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *