Gujarat

હિંમતનગરમાં ૨૮મી જુલાઇએ ૧૧૩૦ કરોડના કામોનું લોકાર્પણ

સાબરકાંઠા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સાબરડેરીના ડિરેકટરો, ચેરમેનો વગેરેમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જાેવા મળી રહી હતી. અહીં યોજાનાર કાર્યર્ક્મના સ્થળની મુલાકાત પંડાલ, સભાસ્થળ તેમજ પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોની આવક બમણી કરવા અને સહકાર વિભાગની રચના કરીને તેની જવાબદારી આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને જવાબદારી સોંપી છે. એસપીજીએ પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરીને બેઠક યોજી પ્રોટોકોલ મુજબની પોલીસને કામગીરી કરવા સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હર્ત સાબરડેરી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ અને સભાસ્થળેથી રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચયુલ લોકાપર્ણ કરાશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની સાથે સાથે પ્રધાનમંત્રી જિલ્લાની પ્રગતિશીલ અંદાજે ૧૦ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે સભાસ્થળે અથવા લોકાર્પણ કર્યા બાદ સાબરડેરીમાં મુલાકાત કરશે. ગાયક ગીતા રબારીએ પણ હિમતનગરના ગઢોડા પાસેની સાબરડેરીમાં લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના છે. હું પણ આવવાની છું તમે પણ પધારો સાથેનો વીડિઓ બનાવી વાયરલ કરી સાબરકાંઠા અને અરવલ્લીના જીલ્લા વાસીઓને આમંત્રણ આપ્યું છે.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સાબરડેરીના રૂ.૧૧૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત ૨૮મી જુલાઈ ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. જેને લઈને જિલ્લાના પ્રભારી અને મંત્રી કુબેરભાઈ ડીંડોર અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હિંમતનગરના સાબરડેરીથી તલોદ રોડ પર આવેલ ગઢોડા ખાતે યોજાનાર સભાસ્થળ, હેલીપેડ અને સાબરડેરી ખાતે મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમના સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *