Gujarat

૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીને ગોંડલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

રાજકોટ
રાજકોટ પડવલા ગામની જીઆઈડીસીમાં ભોગ બનનાર બાળકી પરિવાર સાથે રહેતી હતી. જીઆઈડીસીમાં જ આરોપી સુનીલ જેપાલ અરકબંશી કામ કરતો હતો. તે જાણ હતો કે ભોગ બનનાર બાળકી ઘરે કયારે એકલી હોય. તેથી ગત તા.૧૮/૯/૨૧ના રોજ બાળકીની ઓરડીમાં પ્રવેશી તેની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને નાસી ગયો હતો. જે બાદ બાળકીએ પોતાના પિતાને સમગ્ર ઘટનાક્રમની જાણ કરતાં પરિવારજનોએ આરોપી સુનીલ જેપાલ અરકબંશી વિરુદ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૭૬, (એ)(બી), ૩૭૬(૩), ૫૦૬, ૪૫૦ તથા પોકસો એકટની કલમ અને ૧૦ મુજબનો ગુનો કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. આ ગંભીર બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. અને સરકાર તરફે કુલ ૧૧ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. મૌખિક પુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલની ધારદાર દલીલોને લક્ષમાં રાખી હાલમાં જ બદલી થઈ નિયુક્ત પામેલ ગોંડલ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટ (સ્પેશ્યલ જજ પોકસો કોર્ટ) એ આરોપી સુનીલ અરકબંશીને આજીવન કેદ મૃત્યુપર્યંતની સજા ફટકારી હતી.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે સપ્ટેમ્બર ૨૦૨૧માં ૧૦ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં ગોંડલ પોકસો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *