Gujarat

અમરેલીના વઢેરામાં ૩ ઈસ્મોએ યુવક પર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમરેલી
અમરેલીના વઢેરા ગામમાં નજીવી બાબતે ૨૭ વર્ષીય યુવક જુસબભાઈ રહેમાનભાઈની ગામના જ ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હત્યા થયાની જાણ જાફરાબાદ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ ઘટનાની ગંભીરતા દાખવી ડીવાયએસપી કે.જે.ચૌધરી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ પોલીસની ટીમોએ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ હત્યાની ઘટનાને લઈ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે નોંધી તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં નજીવી બાબતે યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે. આરોપી મચ્છી માર્કેટમાં અપશબ્દો બોલતા હોવાથી યુવક જુસબભાઈએ અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેને લઈ આરોપીઓ અને યુવક વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આરોપીઓએ છરીના ત્રણ ઘા ઝીકી યુવકની હત્યા કરી નાખી હતી. અમરેલી એસપી હિમકર સિંહે આ ઘટનાની ગંભીરતા દાખવી તાકીદે જાફરાબાદ પોલીસની ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ સહિતની ટીમોને તાત્કાલીક હત્યારાને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને પોલીસે બે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જાેકે, અન્ય એક આરોપી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. ગામમાં મધરાતે અપશબ્દો બોલી રહેલા ત્રણ શખ્સોને એક યુવકે અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેને લઈ ત્રણેય શખ્સોએ યુવક સામે ઝગડો કર્યો હતો. જે બાદ છરીના ત્રણ ઘા ઝીંકી યુવકની હત્યા કરી નાખી હતી. જેને લઈ ચકચાર મચી છે. તેમજ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *