Gujarat

૫.૨૦ કરોડની છેતરપિંડી કરનાર કંપની ડાયરેક્ટર સહિત ૩ સામે ફરિયાદ

વડોદરા
વડોદરા શહેરના ભાયલી રોડ ઉપર રહેતા તેજસભાઈ શાહ મંજુસર અલીન્દ્રા જીઆઈડીસીમાં શાહ પોલીમર્સ નામની કંપની ધરાવે છે. વર્ષ ૨૦૧૩ દરમિયાન ફેક્ટરીમાંથી ઉત્પાદિત થતા કેમિકલના વેચાણ માટે તેમણે માર્કેટિંગ શરૂ કર્યું હતું. તે વખતે સાવલીના પોઇચા ખાતે આવેલી બાલાજી ફાઇબર રિનફોર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો નિલેશ શાંતિલાલ પટેલ તથા શાંતિલાલ પટેલ તેમના સંપર્કમાં આવ્યા હતા. જેથી તેઓ રેગ્યુલર મટીરિયલની લેતી-દેતી બાદ નાણાં ચુકવણી કરતા હતા. વર્ષ ૨૦૧૮ દરમિયાન તેઓએ મટીરિયલની ખરીદી કરી હતી. પરંતુ સમયસર પૂરતા નાણાં ચૂકવવાનું બંધ કર્યું હતું. આ દરમિયાન કંપનીમાં ભાગીદાર તરીકે અન્ય એક વ્યક્તિ આશિષ વીજનો સંપર્ક થયો હતો. ત્યારબાદ ત્રણેય ઈસમોએ હોટલમાં મીટીંગ કરી જણાવ્યું હતું કે , તમારી કંપનીમાં રૂપિયા ૫.૫૭ લાખ જમા થઈ જશે. તેઓ એડવાન્સ બેક ઓફ એશિયાનો લેટર વોટ્‌સએપ કર્યો હતો. ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે, અમારે એક મોટો પ્રોજેક્ટ ચાલે છે. જેમાં ૪૦ ટન જેટલા મટીરિયલની જરૂરિયાત છે. જેથી તેઓની માંગણી મુજબ ફરિયાદીએ વધુ ૪૦ ટન મટીરીયલ પુરુ પાડ્યું હતું. રૂપિયા ૪૩.૪૭ લાખની મટીરીયલની રકમ ચેકથી ચુકવી હતી . જે સહી મિસમેચના કારણે રિજેક્ટ થયો હતો. અમારા રૂપિયા વિયેતનામ દેશ માંથી આવે છે. જે રૂપિયા મેળવવા માટે નાણાંની જરૂરિયાત છે. જેથી તમે આશિષ વીજના ખાતામાં ૩.૪૩ લાખ રૂપિયા આપો. જે ચુકવ્યા બાદ નાણાં મેળવવા માટે વધુ રકમની જરૂરિયાત હોય વધુ ૩.૭૫ લાખ ચૂકવ્યા હતા અને મટીરીયલ તથા આરટીજીએસની રકમ મળી ૫,૪૪,૯૧,૨૦૩ રૂપિયાનો ચેક ક્લિયરન્સમાં રિટર્ન થયો હતો. ત્યારબાદ આજ દિન સુધી રકમ નહીં ચુકવીને છેતરપિંડી આચરી હતી.વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોઇચા ખાતે આવેલી કંપનીના ડાયરેકટરો દ્વારા કેમિકલ મટીરિયલની બાકી રકમ તથા તેની ચુકવણી અર્થે વિદેશી નાણું મેળવવા મેળવેલી રકમ સહિત રૂપિયા ૫.૨૦ કરોડની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે સાવલી પોલીસે કંપનીના ડાયરેક્ટર સહિત ત્રણ શખસ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *