Jharkhand

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ૨૯ ડિસેમ્બરે ૫૦ મોડલ સ્કુલોનું ઉદ્‌ધાટન કરશે

રાંચી
ઝારખંડમાં ૨૯ ડિસેમ્બરે ૫૦ મોડલ સ્કુલોની શરૂઆત થશે મુખ્યમંત્રી હેમંત સોરેન આ સ્કુલોનું ઉદ્‌ધાટન કરશે આ માહિતી પ્રદેશના શિક્ષણ મંત્રી જગરનાથ મહંતોએ રાજધાની રાંચીની હોટલ રેડિસન બ્લુમાં સેવ ધ ચિલ્ડ્રેન તરફથી આયોજીત એક કાર્યક્રમને સંબોધિત વખતે આપી હતી ઝારખંડના બાળકોને સારા શિક્ષણ આપવાનો હેતુથી સેવ ધ ચિલ્ડ્રેન તરફથી કરવામાં આવેલ પ્રયાસો અને તેના પરિણામો પર ચર્ચા માટે આયોજીત કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે અમે કહ્યું હતું કે સરકારી સ્કુલોના બાળકો પ્રાઇવેટ સ્કુલોના બાળકોને ટકકર આપશે. આ વખતના પરિણામે અમે તેને સાબિત થયું છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં ૮૦ મોડલ સ્કુુલો બનાવવામાં આવી રહી છે ૫૦ સ્કુલ બની તૈયાર છે. ૨૯ ડિસેમ્બરે મુખ્યમંત્રી હેમંત સોરેન તેનું ઉદ્‌ધાટન કરશે જાે કે તેમણે એ જણાવ્યું નહીં કે આ સ્કુલ કયાં કયાં જીલ્લામાં ખુલશે તેમણે કહ્યું કે તેની યાદી તાકિદે જારી કરી દેવામાં આવશે તેમણે કહ્યું કે ઝારખંડમાં જે મોડલ સ્કુલ ખુલી રહી છે તેમાં ગરીબ પરિવારના બાળકો જે ભણવા માંગશે તે ભણી શકશે તે ક્ષેત્રીય ભાષામાં અભ્યાસ કરવા ઇચ્છશે તો તેમને ક્ષેત્રીય ભાષામાં અભ્યાસ કરાવવામાં આવશે હિન્દી મીડિયમમાં ભણવા ઇચ્છે તો તેમનો અભ્યાસ હિન્દીમાં થશે જાે તે અંગ્રેજીમાં અભ્યાસ કરવા ઇચ્છશે તો તે પણ ભણી શકશે જગરનાથ મહંતોએ કહ્યું કે હવે ગરીબ પરિવારના બાળકોને અભ્યાસ બાબતમાં વિચારવું પડશે નહીં ઝારખંડ તેમના તમામ અભ્યાસની વ્યવસ્થા કરશે તેમણે કહ્યું કે એવું જાેવામાં આવી રહ્યું છે કે અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ થવાને કારણે લોકો સીબીએસઇ બોર્ડ તરફથી આકર્ષિત થઇ રહ્યાં હતાં હવે આપણા ઝારખંડના ગરીબ બાળકો પણ સીબીએસઇના સ્તરનો અભ્યાસ કરી શકશે અમે આવી વ્યવસ્થા કરવા જઇ રહ્યાં છીએ

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *