Gujarat

સાવરકુંડલા શહેરમાં પ્રજાસતાક પર્વની રાત્રે દેશભક્તિના રંગે રંગાઈ જવા માટે એકતા ગ્રુપ સાવરકુંડલા દ્વારા એક સુમધુર કરોઓકેની તર્જ પર હિંદી ગીતોનો કાર્યક્રમ યોજાયો 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંગીતપ્રેમી ફિલ્મી ગીતના રસિયાઓએ મન ભરીને માણ્યો દેશભક્તિ ગીત કાર્યક્રમ
સંગીતપ્રેમીની ફરમાઈશ પર અન્ય સુમધુર ગીતો જેવા કે આજ રપટ જઈઓ તો હમેં ના ઉઠઈયો.. જેવા રોમાંટિક ગીતોના સૂર તાલે રસિયાઓ ઝૂમી ઉઠ્યા
કિશોર કુમાર, લતાજી, આશાજી, મુકેશ, મહમદ રફીના ગીતોએ એ મહાન ગાયકોની યાદોં સાથે દેશભક્તિનું આ પર્વ શાનથી ઉજવવામાં આવ્યું
એકતા ગ્રુપ સાવરકુંડલા દ્વારા પ્રજાસતાક પર્વને અનુલક્ષીને દેશભક્તિના સુમધુર ગીતોનો કાર્યક્રમ યોજાયો
એકતા ગ્રુપ સાવરકુંડલા દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘શહીદો કે નામ સદાબહાર’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની શાનદાર રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમરેલીના જાણીતા કલાકારો જેવા કે  બીનાબેન શુક્લા, આરીફભાઈ ફુલવાળા, સાવરકુંડલાના લોકપ્રિય અને જાણીતા કલાકારો જાન મહંમદ ભાઈ જાખરા, મહેબૂબભાઈ કાજી, વારીશ ચૌહાણ, તુષારરાય કુંડલીયા, પિયુષભાઈ દવે, દ્વારા દેશભક્તિના ઉત્સાહ અને ઉમંગ સાથે ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારોએ પોતાના સુમધુર અવાજના કંઠથી  દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. તેમજ આ કાર્યક્રમ દરમ્યાન દર્શકોએ પણ જય હિન્દ અને વંદે માતરમના નારા લગાવીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
  
આ કાર્યક્રમનું આયોજન કરનાર એકતા ગ્રુપ સાવરકુંડલાના જાન મહંમદ જાખરા ઉર્ફે જાનીભાઈ તેમજ વારીશ ચૌહાણને દર્શકોએ બિરદાવ્યા હતા. આવા કાર્યક્રમો દેશભક્તિની ભાવનાને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આમ જોઈએ તો હિંદી ફિલ્મી જગતે પણ લોકોમાં દેશભક્તિનો જુસ્સો પ્રબળ બનાવવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે
બિપીન પાંધી સાવરકુંડલા