Karnataka

કોલકાતાની મોડલ સરસ્વતીએ આત્મહત્યા કરી

કોલકાતા
સરસ્વતીના માતાએ સૌપ્રથમ તેમના મૃતદેહને જાેયો અને તેને ફાંસીમાંથી નીચે લાવ્યો હતો. આ પછી તે સરસ્વતીને ઝ્રદ્ગસ્ઝ્ર હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા સરસ્વતી દાસનું મોત થઈ ગયું હતું. સરસ્વતી દાસ તેની નાની સાથે ઘરમાં સૂતી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર ગયા હતા. સવારે ૨ વાગે નાનીની આંખ ખુલી ત્યારે તેણે જાેયું કે, સરસ્વતી તેની સાથે નથી. જ્યારે તે સરસ્વતીના રૂમમાં ગઈ તો ત્યાં તેની લાશ પડી હતી. પરિવારના સભ્યોએ માહિતી આપી હતી કે, સરસ્વતી છેલ્લા ૧૭ વર્ષથી નાનીની જગ્યાએ તેની માતા સાથે રહેતી હતી અને તેના પિતાએ તેને છોડી દીધી હતી. સરસ્વતીએ ધોરણ ૧૦ પછી અભ્યાસ છોડી દીધો હતો. તે બાળકોને ટ્યુશન આપતી અને પરિવારનું ભરણપોષણ કરવા મોડેલિંગ પણ કરતી. કહેવામાં આવી રહ્યું છે કે, સરસ્વતી પોતાના સંબંધોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતી, પરંતુ સરસ્વતીના મૃત્યુ વચ્ચેનું કારણ ડિપ્રેશન અને સ્ટ્રેસ છે કે બીજું કંઈક તે તો તપાસમાં જ સામે આવશે.સરસ્વતી દાસનો મૃતદેહ પણ તેમના ઘરે ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. સરસ્વતી દાસ કોલકાતાના કસ્બા વિસ્તારમાં રહેતી હતી અને રવિવારે તેનો મૃતદેહ ઘરેથી મળી આવ્યો હતો. સરસ્વતી દાસની જેમ બિદિશા મજુમદાર, પલ્લવી ડે અને મંજુષા નિયોગીના મૃતદેહ પણ તેમના જ ઘરમાં લટકેલા મળી આવ્યા હતા. ત્રણેયના કેસમાં પ્રાથમિક તપાસમાં હતાશા અને છેતરપિંડીનો મામલો બહાર આવ્યો હતો.

India-kolkata-Saraswati-Das-lived-in-the-town-area-of-Kolkata-and-her-body-was-found-at-home-on-Sunday..jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *