મુંબઈ
અગાઉ મેકર્સે અક્ષય કુમાર સાથે ફિલ્મ બનાવવાની વિચારણા કરી હતી માઈથોલોજી, હિસ્ટ્રી અને ઈમેજિનેશનનું અનોખું મિશ્રણ કરનારા ફેમસ રાઈટર અમિષ ત્રિપાઠીની નોવેલ આધારિત ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે. ૨૦૨૦ના વર્ષમાં અમિષે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે, તેમની નોવેલ લીજન્ડ ઓફ સુહેલદેવઃ ધ કિંગ હુ સેવ્ડ ઈન્ડિયા ને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટ વર્ક શરૂ થઈ ગયું હતું. જાે કે પેન્ડેમિકના કારણે તેમાં ઓચિંતી બ્રેક વાગી. હવે સ્થિતિ નોર્મલ થઈ ગઈ છે ત્યારે નોવેલને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવાની કવાયત ફરી હાથ ધરાઈ છે. તેમાં રાજા સુહેલદેવના લીડ રોલ માટે રામ ચરનનો એપ્રોચ થયો હોવાનું જાણવા મળ્યું છે. રામચરન અને ફિલ્મ મેકર્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેમાં સ્ક્રિપ્ટ, ફી, શીડ્યુલ વગેરે ફાઈનલ થઈ રહ્યાં છે. અમિષ ત્રિપાઠીના બેનર ઈમમોર્ટલ સ્ટુડિયોઝ, વાકૂ ફિલ્મ્સ અને કાસા મીડિયા દ્વારા આ ફિલ્મ પ્રોડ્યુસર કરવામાં આવશે. અગાઉ લીડ રોલ માટે અક્ષય કુમારના નામની વિચારણા થઈ હતી. દરમિયાન કોરોના આવી ગયો અને લાંબા સમય સુધી પ્રોજેક્ટ અભેરાઈએ ચડી ગયો. હવે પ્રોડક્શન શરૂ કરવા ફરી મથામણ ચાલી રહી છે ત્યારે અક્ષયના બદલે રામ ચરનને પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. રિસેન્ટલી અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી અને કદાચ તેના કારણે જ હિસ્ટોરિક મૂવીમાં અક્ષયને ફાઈનલ કરવાનો વિચાર પડતો મૂકાયો હોય તેવી શક્યતા છે. લીજન્ડ ઓફ સુહેલદેવમાં અમિષ ત્રિપાઠીએ ઉત્તરપ્રદેશના શ્રાવસ્તીના રાજા સુહેલદેવની વીરગાથા આલેખી છે. રાજા સુહેલદેવે બહેરીચના યુદ્ધમાં મહમૂદ ગઝનીના સૈન્યને હરાવ્યું હતું. આ ફિલ્મમાં ૧૧મી સદીના ભારતની વાત છે, જ્યારે તૂર્કો ભારત પર વારંવાર હુમલા કરી રહ્યા હતા. રામચરન તેજાની કરિયરની સૌથી મોટી હિટ આરઆરઆર હજુ ચર્ચામાં છે. રામચરન હાલ કિયારા અડવાણી સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જે વર્ષના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે. ત્યારબાદ આગામી વર્ષે રાજા સુહેલદેવની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે.


