Maharashtra

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય સચિવે ઈડી સામે અનિલ દેશમુખ અંગે ખુલાસો કર્યો

મહારાષ્ટ્ર
હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી સામે આ વાતની કબૂલાત કરી છે. તેણે કબૂલ્યું છે કે અનિલ દેશમુખ અધિકારીઓની બદલી-પોસ્ટિંગ માટે અનધિકૃત યાદીઓ મોકલાવતા હતા. દેશમુખ રાજ્યના ગૃહમંત્રી હોવાથી તેઓ તેમના પર સહી કરતા હતા. તેમણે કહ્યુ કે મુખ્ય સચિવ હોવાને કારણે તેઓ પદ અને કદમાં અનિલ દેશમુખથી જુનિયર હતા. તેથી સિનિયરના આદેશને સમજીને તેમના દ્વારા મોકલવામાં આવેલી યાદીમાં સહી કરી લેતા હતા. તેણે એ પણ જણાવ્યું કે અનિલ દેશમુખ આવા કાગળો તેના અંગત સચિવ સંજીવ પાલાંડેને મોકલતા હતા. ઉલ્લેખનીય છે કે, સીતારામ કુંટે ગયા વર્ષે નવેમ્બરમાં મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. આ પછી તેમને મુખ્ય પ્રધાન સચિવાલયમાં મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પણ અનિલ દેશમુખ પર ટ્રાન્સફર પોસ્ટિંગમાં દખલ કરવાનો આરોપ મૂક્યો હતો. પરમબીર સિંહે ઈડ્ઢને માહિતી આપી હતી કે તેણે જુલાઈ ૨૦૨૦માં મુંબઈના ૧૦ પોલીસ અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો. થોડા દિવસો પહેલા ૧૦૦ કરોડની રિકવરી કેસમાં ઈડ્ઢ દ્વારા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ઈડ્ઢ દ્વારા સીતારામ કુંટેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સીતારામ કુંટેએ આ પૂછપરછમાં કબૂલાત કરી છે કે દેશમુખ તેને પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગની અનધિકૃત યાદીઓ મોકલવતા હતા.ત્યારે આ ખુલાસાથી હાલ અનિલ દેશમુખની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે.મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુસીબતમાં વધારો થતો જાેવા મળી રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગંભીર આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. જાે કે એનસીપીના વડા શરદ પવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમના આ આરોપોને નકારી કાઢ્યા હતા. સાથે જ મુંબઈમાં પણ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે તેને પાયા વિહોણા આરોપ ગણાવ્યા હતા.

Anil-Deshmukh-Mumbai-Maharashtra.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *