મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. અહીં ભેંસના વાછરડા પર બળાત્કાર કરવા બદલ ૩૮ વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલો શહેરના ડેક્કન વિસ્તારનો છે. સ્થાનિક લોકોએ તે વ્યક્તિને કથિત રીતે વાછરડા પર બળાત્કાર કરતા જાેતા તેની મારપીટ કરી, ત્યારબાદ તે બેહોશ થઈ ગયો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ મારના કારણે તે ઘાયલ થયો હતો, જેના કારણે તેને સાસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ મામલાને લઈને ડેક્કન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ ઈન્સ્પેક્ટરે કહ્યું, “સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે, આરોપી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ અને અત્યાચાર નિવારણની અન્ય જાેગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાણી અધિનિયમ પર આવું ધૃણાસ્પદ કૃત્ય કરવા બદલ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા કેરલમાં પણ આવો જ મામલો સામે આવ્યો હતો. અહીં એક ગર્ભવતી બકરી પર ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હોસદુર્ગ પોલીસે જણાવ્યું કે બકરી ચાર મહિનાની ગર્ભવતી હતી અને આવતા મહિને જન્મ આપવાની હતી. અહીં કોટચેરીમાં એક હોટેલ માલિકે એક બકરી અને ગર્ભવતી બકરી પાળી હતી. ૩૦ માર્ચે સવારે ૧.૩૦ વાગ્યે હોટેલના કર્મચારીઓને હોટેલની પાછળથી અવાજ સંભળાયો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમણે ત્રણ લોકોને દિવાલ કૂદીને ભાગી રહ્યા છે. જાે કે, તેઓએ સેંથીલ નામના વ્યક્તિને પકડી લીધો હતો. આ પછી, જ્યારે તેઓ તે જગ્યાએ ગયા, ત્યારે તેમણે ગર્ભવતી બકરી મૃત હાલતમાં જાેઈ. બકરીના શરીર પર જાતીય શોષણના નિશાન હતા. જે બાદ તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે પહેલા સેંથિલની ધરપકડ કરી હતી. ત્યારબાદ ટૂંક સમયમાં અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી


