Maharashtra

સરકાર મસ્જિદોના લાઉડસ્પીકર બંધ કરાવે નહીં તો હનુમાન ચાલીસા મોટા અવાજે વગાડવામાં આવશે ઃ રાજ ઠાકરે

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રમઝાન પર્વ પર મોટું નિવેદન આપ્યું છે. સ્દ્ગજી પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે માંગ કરી હતી કે મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરી દેવા જાેઈએ. રાજ ઠાકરેના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી શકે છે. વાજી પાર્કમાં ગુડી પડવા પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, ‘મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જાેરથી કેમ વગાડવામાં આવે છે ? જાે આને રોકવામાં નહીં આવે, તો મસ્જિદોની બહારના સ્પીકરો પર હનુમાન ચાલીસા વધુ મોટા અવાજમાં વગાડવામાં આવશેપ હું કોઈ ધર્મનો વિરોધી નથી.’ રાજ ઠાકરેએ મુંબઈની મુસ્લિમ ઝૂંપડપટ્ટીની મદરેસાઓમાં પાકિસ્તાની સમર્થકોની હાજરીની વાત કરી છે. રાજ ઠાકરે અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, ‘હું પીએમ મોદીને મુસ્લિમ ઝૂંપડીઓમાં મદરેસાઓ પર દરોડા પાડવાની અપીલ કરું છું. આ ઝૂંપડીઓમાં પાકિસ્તાની સમર્થકો રહે છે. મુંબઈ પોલીસ જાણે છે કે ત્યાં શું થઈ રહ્યું છેપઅમારા ધારાસભ્યો તેનો ઉપયોગ વોટ બેંક માટે કરી રહ્યા છે, આવા લોકો પાસે આધાર કાર્ડ પણ નથી, પણ ધારાસભ્યો તેને બનાવી આપે છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારના વખાણ કરતાં રાજ ઠાકરેએ કહ્યું, ‘મને એ જાેઈને આનંદ થાય છે કે ઉત્તર પ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે. અમે મહારાષ્ટ્રમાં પણ એવો જ વિકાસ ઈચ્છીએ છીએ. હું અયોધ્યા જઈશ, પણ આજે નહીં કહું ક્યારે, હિન્દુત્વની પણ વાત કરીશ. હિંદુત્વના મુદ્દે રાજ ઠાકરેએ, શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું, ‘શરદ પવારે જાતિવાદ વધાર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ) એ રાજ્યમાં જાતિના આધારે લોકોને વિભાજિત કર્યા. જાે તમે જાતિના રાજકારણમાંથી બહાર નહીં આવો તો તમે હિન્દુ કેવી રીતે બનશો?

Raj-Thackeray-says-Government-should-Remove-loudspeakers-of-mosques-otherwise-Hanuman-Chalisa-will-be-played-loudly-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *